Raksha Bandhan Business Idea : રક્ષાબંધન સુધીમાં ₹ 70,000 કમાવી લેશો, આવી રીતે કરો સીઝનલ બિઝનેસ

Raksha Bandhan Business Idea : સિઝનલ બિઝનેસ તમને થોડા જ દિવસોમાં હજારો રૂપિયા નીકમની આપે છે અને ક્યારેક ક્યારેક તો લાખોની કમાણી આપે છે. તો ચાલો આજે આપણે રક્ષાબંધન ન તહેવાર પર કઈ રીતે 60,000 થી 70,000 કમાવી શકો E પણ ફક્ત 7-8 દિવસમાં જાણીએ.

મીઠાઈ અને રાખડી | Raksha Bandhan Business Idea

આજકાલ લોકો રેડી મેટ તૈયાર વસ્તુઓથી દૂર ભાગી રહ્યા છે અને તેના લીધે જ હાથ થી બનાવેલી વસ્તુઓની ડિમાન્ડ વધી છે અને હાથ થી બનાવેલી વસ્તુઓ લોકોને વધુ આકર્ષે છે. તેથી આ રક્ષાબંધન ના તહેવાર પર આપણે હાથ થી જ રાખડી બનાવી ને વેચશું.

આ માટે મહેનત જોરદાર કરવી પડશે પરંતુ કમાણી પણ જોરદાર થશે ને… તો સૌ પ્રથમ તમારે રાખડી ઇન્ટરનેટ પરથી સારામાં સારી એવી રાખડીની ડિઝાઇન શોધો કે જે લોકોને જોતા જ પહેલી નજરે પસંદ આવી જાય. આવી ઘણી બધી ડિઝાઇન સિલેક્ટ કરો.

હવે આ રાખડી બનાવવા માટે જે પણ સામગ્રીની જરૂર પડે તે સામગ્રી ખરીદી લાવો, એકસાથે જથ્થા માં સામગ્રી ખરીદશો તો વધારે સારું જેથી ડિસ્કાઉન્ટ ભાવે મળી જાય.

આ સામગ્રી ખરીદતા પહેલા એક સમૂહ બનાવી લેજો જે રાખડી બનાવવામાં તમારી મદદ કરે, તમારા પરિવાર જનો કે મિત્રોને સામેલ કરો. હવે શરૂઆત માં પસંદ કરેલી દરેક ડિઝાઇનની ઓછી સંખ્યામાં રાખડી બનાવો.

માર્કેટિંગ સફળ બનાવશે

હવે આ દરેક ડિઝાઇન ની રાખડી ને રાખડીઓની દુકાન તેમજ ભીડ વાળી જગ્યાએ વેચીને ટેસ્ટ કરો કે કઈ કઈ રાખડી લોકોને પસંદ આવી રહી છે, જે રાખડીઓ લોકોને વધારે પસંદ આવી રહી છે તે ડિઝાઇનની રાખડીઓ વધારે પ્રમાણમાં બનાવો.

હવે જેટલું બને તેટલું તમારી રાખડીઓનું માર્કેટિંગ કરો. ભીડ ભાડ વાળી જગ્યાઓ અને ખાસ કરીને રાખડીઓની દુકાનોએ મોટા પ્રમાણ માં ઓર્ડર લેવાનો પ્રયત્ન કરો. તમારી માર્કેટિંગ સ્કીલ જેટલી સારી હશે તેટલી મોટી આવક થશે.

મીઠાઈ પેકિંગ

રાખડી સાથે સાથે તમે જો તમે મીઠાઈ વેચશો તો કમાણી પણ વધશે આ માટે તમે આસપાસ થી હોલ સેલના ભાવે મળતી મીઠાઈ ખરીદી લાવો અને આ મીઠાઈનું એકદમ પ્રીમિયમ પેકિંગ કરો જેથી ગ્રાહક તમારી પેકિંગ જોઈને જ પ્રીમિયમ ભાવે રાખડી ખરીદવા તૈયાર થઈ જાય.

અને જ્યાં જ્યાં તમે તમારી રાખડી નું માર્કેટિંગ કરો છો ત્યાં ત્યાં તમે તમારી મીઠાઈ પણ વેચો અથવા માર્કેટિંગ કરો.

આ રીતે જો તમે ખાસ કરીને સમૂહમાં કામ કરીને એક અઠવાડિયું જોરદાર મહેનત કરશો તો 25-35 રૂપિયા વાળી રાખડીને 135-150 રૂપિયામાં વેચી શકશો ઉપરાંત મીઠાઈ પણ વેચશો, આ માટે જોરદાર માર્કેટિંગ કરશો તો રક્ષાબંધન સુધીમાં તમે 60,000-70,000 રૂપિયા બનાવી લેશો.

મિત્રો હું જાણું છું કે આ કાર્ય અઘરું છે પણ અશક્ય નથી એટલે જ મે શરૂઆતમાં કહ્યું હતું કે મહેનત જોરદાર કરવી પડશે, જો તમે મહેનત માટે તૈયાર છો તો આજ થી શરૂ કરી દો, ધન્યવાદ.

Comments

Popular posts from this blog

Instant Cash Loan Online

મહિલાઓને સોલાર મફત માં ઘરઘંટીની યોજના હેઠળ લાભ મળી રહ્યા છે હમણાં જ અરજી કરો

Gujarat Police Constable Recruitment 2024: ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતીના ફોર્મ ભરવાનું ચાલુ